❤❤ પ્રેમ ❤❤
પ્રેમમાં સંવેદનાનુ પણ અનેરું મહત્વ છે,
ચાહે એ વ્યક્ત હોય કે ઘરબાયેલી હોય,
એકમાં અનુભવ્યાની તૃપ્તિ છે
તો બીજીમાં એહસાસનો સંતોષ.
પ્રેમમાં નજરનુ પણ અનેરું મહત્વ છે,
ચાહે એ ઊઠેલી હોય કે ઝૂકેલી હોય
એકમાં જોવાની અભિલાષા છે
તો બીજીમાં જોયાનો સંતોષ.
પ્રેમમાં શબ્દનું પણ અનેરું મહત્વ છે,
ચાહે એ બોલાયેલા હોય કે મૌન હોય
એકમાં સાંભળ્યાની ખુશી છે
તો બીજામા સમજ્યાનો સંતોષ.
પ્રેમમાં સ્પર્શનું પણ અનેરું મહત્વ છે,
ચાહે એ હોઠો નું હોય કે હથેળીઓ નું હોય
એકમાં પામવાની ઉત્કંઠા છે
તો બીજામા મેળવ્યાનો સંતોષ.
~~ તમન્ના ~~