હો ચાહત જેની,
નીલ ગગન તણી ઉડવાની;
હો ચાહત જેની,
સાત સમંદર પાર કરવાની;
હો ચાહત જેની,
ત્રિલોક યાત્રા પૂર્ણ કરવાની;
હો ચાહત જેની,
સૃષ્ટિ સર્જનહારને મળવાની;
હો ચાહત જેની,
સુદામા જેવા દોસ્તને મળવાની;
હો ચાહત જેની,
મુરલી મનોહરને ચાહવાની;
હો ચાહત જેની,
ભક્તિ રસથી તરબોળ થવાની;
હો ચાહત જેની,
ગગન માર્ગે ચાંદને મળવાની;
હો ચાહત જેની,
ચાંદની ચાંદનીને ગળે લગાડવાની;
હો ચાહત જેની,
ગગન તણા સૂરજને નમન કરવાની;
હો ચાહત જેની,
મને દિલથી દિલમાં વસાવવાની;
હો ચાહત જેની,
મને આંખોમાં એની સજાવવાની;
કરીશ દુવા ખુદાને હું બધી,
તમારી ચાહત એ વહેલી વહેલી કરે પુરી;
-રવિ નકુમ 'ખામોશી'