જ્યાં રામ ભણે ત્યાં રામ ભણું,
જ્યાં નામ ભણે ત્યાં નામ ભણું,
ન ભણે જો કોઈ એક હુંકાર જ્યાં,
ત્યાં એક પળ ન થોભે પગ મારાં "રવિ".
દિલથી સંબંધો નિભાવું છું હું સાહેબ,
માઈકાંગલો નથી, સમી છાતીએ ખડો રહું છું...
આપ્યાં હોય કોડ જો કોઈને સાથે રહેવાનાં,
તો મૌતને પણ હાથમાં દબાવીને કોડ પૂરાં કરું છું...
હશે તમારી છાતીમાં પાણી ભરેલાં હો વાલા,
પારખાં કરવાં હોય તો કરી લેજે,અહી છે ગરમ રક્ત ભરેલાં...
અભિમાન નથી મને મારી શૂરવીરતાનું હો વાલા,
પણ સોલંકી વંશનો વારસ છું વાલા,આંખમાં જ્વાળા અને અવાજમાં ત્રાડ તો રહેવાની...
-રવિ નકુમ 'ખામોશી'