મારી કવિતા,
તારા થી શરુ થતી ને તારા થી અંત પામતી મારી અધુરી પણ આખી કવિતા ,
તારા પ્રેમ થી તારા વહાલ સુધી તમામ શબ્દો માં લખાયેલી મારી કવિતા ,
તારી તમામ યાદો ને કાયમ મારી સાથે જોડતી મારી કવિતા,
મારી આંખ નાં આંસુ સાથે જોડાયેલી ને લખાયેલી મારી કવિતા ,
આપણા સબંધોના ખુબજ ટૂંકા સમય માં આકાર પામેલી પણ અધુરી રહી ગયેલી મારી કવિતા ,
આપણા બેય નાં આંસુ અને દર્દ સાથે લખાયેલી અધુરી પણ મારી કવિતા .
#Archana
#My_Love