પ્રીતનાં ઝરણાં વહે છે આંખમાં કેવાં તમારી ,
હેતનાં વાદળ ફરે છે આંખમાં કેવાં તમારી .
બાગમાં હૈયા તણા ખિલ્યા ફુલો કેવા મજાના ,
ભ્રમરો ગુંજન કરે છે આંખમાં કેવા તમારી .
થાવ છો જ્યારે તમે ખુશ કેટલું સુંદર હસો છો ,
આંસુઓ આજે ખરે છે આંખમાં કેવા તમારી .
હેતનાં ઊડે ફુવારા હદયમાં હરરોજ આવા ,
સ્નેહનાં ફુલડાં ઝરે છે આંખમાં કેવા તમારી .
નીતરે 'જશ' કેટલું તરબતર હૈયું પ્રેમઘેલું ,
નીત નવા શમણાં સરે છે આંખમાં કેવા તમારી .
જશુ પટેલ