❛ના જૂઠી વાતો કર તું દોસ્ત,
ઉપરવાળાથી ડર તું દોસ્ત.
કાંટા કંકર છે રસ્તા પર,
પગલાં ધીમેથી ભર તું દોસ્ત.
હારીને જીત ફરી પાછો,
ના ઉલ્કા માફક ખર તું દોસ્ત.
લાખ તુફાનો હો દરિયામાં,
બસ, હસતાં હસતાં તર તું દોસ્ત.
માત-પિતાને દિલમાં રાખી,
કર ! સ્વર્ગ સમું ઘર તું દોસ્ત.❜