ગાઢ અંધારું હતું, પણ આટલી વારમાં અમે ટેવાઈ ગયા હતા. થોડું થોડું જોઈ શક્તા હતા. હું એ ગામડિયા માણસના ચહેરા ઉપર પલટાતા ભાવોને જોઈ શકતો હતો. આંચકો, આઘાત, ભય, મૂંઝવણ, મજબૂરી અને છેલ્લે નિર્ધાર ! એ માણસ મોતના મુખમાં હાથ નાખવા તૈયાર થઈ ગયો. કારણ મને ન સમજાયું, પણ મારી જવાબદારી પૂરી થઈ હતી. મેં ફરીથી નંબર રિડાયલ કર્યો. અંદરથી અવાજ અને પ્રકાશ બંને એકસાથે બહાર આવ્યા. પેલાએ ચાબુકના વિંઝાતા ફટકાની જેમ ખાડામાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં ફોન પકડીને હાથ પાછો ખેંચી લીધો. બીજી જ ક્ષણે ખાડામાંથી ભયંકર ફૂંફાડો સંભળાયો, પણ અમે એનાથી દૂર દોડી ગયા હતા.
ઋત્વિજ પેલાના હાથમાં દસની નોટ પકડાવીને બાઈક ઉપર બેસી ગયો. છાતી સાથે ફોન અને પીઠ સાથે પ્રેમિકાને ચિપકાવીને એ ઊડી ગયો. મેં પેલા ગરીબ પુરુષના ખભા પર હાથ મૂક્યો, ‘ભાઈ, ગાંડો થઈ ગયો છે શું ? એક ક્ષણ માટે તું બચી ગયો. માત્ર દસ રૂપિયા માટે તેં આવું શા માટે કર્યું ? આટલો તે લોભ રખાય ?’
‘આ લોભ નથી, સાહેબ ! લાચારી છે. ચોમાસું છે એટલે એક અઠવાડિયાથી મજૂરીનું કામ મળ્યું નથી. ઝૂંપડીમાં ઘરવાળી બીમાર પડી છે. દાગતર પાસે જવાના પૈસા નહોતા. મારી પાસે બે જ રસ્તા હતા – કાં હું મરું, કાં મારી ઘરવાળી મરે ! મેં જાતે મરવાનું જોખમ ખેડ્યું, એ એટલા માટે કે કદાચ હું બચી જાઉં… તો મારી ઘરવાળી પણ બચી જાય…. !’
મેં ખિસ્સામાંથી પાકીટ બહાર કાઢયું. મારી આંખોમાં આંસુ હતાં અને મનમાં સવાલ : ક્યા યહી પ્યાર હૈ…… ? રાત્રિના ગાઢ અંધકારમાં વાદળછાયા આસમાન નીચે ઝેરી સાપની સાક્ષીમાં આ સવાલનો જીવતો-જાગતો જવાબ મારી સામે ઊભો હતો : *હાં, યહી પ્યાર હૈ !*
Ends. HA YAHI PYAAR HAI KYA????