Gujarati Quote in Blog by Naranji Jadeja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રશંસા*
કેમ રોકું મુજને આપની પ્રશંસા તો કરવી પડે.

આપ મારા હદયના પ્રિય ગીત એ વાત તો કહેવી પડે.

તારા સોનેરી કેશની નવલતા જેવી લટ.

કજરારી આંખના પલકારામાં અનેરો પડે વટ.

નાકે નથણી ગળે શોભે નવલખો હાર.
હાથે ચૂડી ચમકદાર, ચરણોમાં ઝાંઝરનો ઝણકાર.

તારલા મઢેલી ચૂંદડી ભાલે ચાંદલો લાલ.

ગોરી ગમી ગયા તમે અમને જ્યારે જાઈ તમારી ચાલ.

જીવનસાથી બની રહેજો જ્યાં સુધી છે સ્વાસ.

નરે કહે રાખજો એક અતુટ મુજ પર વિશ્વાસ.

મારા માટે આપ એક પ્રશંસા ને પાત્ર.

સાચા હ્રદયથી લાગણી લખી નથી પ્રશંસા માત્ર.

નારાણજી જાડેજા
*નર*
ગઢશીશા માંડવી
હાલ મુન્દ્રા કરછ

Gujarati Blog by Naranji Jadeja : 111175373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now