ગઝલ...
મંદિર અંદર રાડ પડી છે.
ધર્મો કરતા ધાડ પડી છે.
એક શબ્દમાં, બીજો ગુપચુપ
મારામાં બે ફાડ પડી છે.
ખુલ્લા ખેતર જેવું જીવન,
આખેઆખી વાડ પડી છે.
મારુ જંગલ ખોવાયું છે,
એથી તો આ ત્રાડ પડી છે.
લે, તારું સરનામું આપું,
તું તો હાડોહાડ પડી છે.
દરિયામાં વહુવારુ જેવી,
નટખટ નદિયું પ્હાડ પડી છે.
કેમ ગઝલને ભેટું, બોલો !
શબ્દોની આ આડ પડી છે.
-હરદ્વાર ગોસ્વામી