English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

20-05-2019 ચમત્કાર

સામાન્ય રીતે કહુ તો ચમત્કાર એટલે કોઇ કાર્ય કરવા આપણે અસક્ષમ હોઇએ પણ બીજો કોઇ વ્યક્તી જો એ આસાની થી કરી શકે તો એ કાર્ય આપણા માટે ચમત્કાર થયો કેહવાય.?

જો બીજી રીતે કહુ તો જ્યારે કોઇ અદ્રશ્ય શક્તિ દ્વારા ક્યારેક કલ્પના બહાર નુ પરીણામ મળે અને આંખો ભીની થયી આંશુ દ્વારા જે આનંદ છલકાય એ કેહવાય સાચો ચમત્કાર.?

મનોરંજન કરનાર જાદુગર ની ચાલાકી કે જાદુ તેના એક પ્રદર્શન અને પછી 10 રુપિયા ના પુસ્તકરુપી સિમિત રહી જાય છે. પણ અસલી જાદુગર એટલે કે ઉપરવાળો કઇક અલગ જ નાચ નચાવે છે એના દ્વારા મળતા પરિણામ નુ મુલ્ય કદાચ આપણે બે હાથ જોડી પ્રાર્થના થી જ ચુકવી શકીયે.??

પેહલા ના યુગો મા ભગવાન જન્મ લેતા એટલે જ ચમત્કાર થતા એવુ કેહવુ કદાચ અયોગ્ય ગણાય. પણ પેહલા ના યુગો મા ભગવાન સાક્ષાત દેખાતા અને અત્યાર નો યુગ ખાલી આસ્થા પર ચાલે છે એવુ અચુક કહી શકાય.?

સતીયુગ નો બહુ ખ્યાલ નથી પણ ત્રેતાયુગ મા રામભક્ત હનુમાન જ્યારે પર્વત ઉંચકી ને હવા મા ઉડી શકતા એને કેહવાતો ચમત્કાર.
એજ રીતે દ્ધાપર યુગ મા અર્જુન જ્યારે બાણ થી અગ્નિવર્ષા કરતો ત્યારે એ કેહવાતો ચમત્કાર.?

હવે વાત અાવી આપણા યુગ કળયુગ ની. તો શુ આ યુગ મા ચમત્કાર થાય છે ખરા ?

મારો જવાબ છે " હા"?

પોતાના ઘર ની ખરાબ પરિસ્થિતિ ને કારણે અશિશ્રિત રહી જનાર યુવાન જ્યારે રોજગારી માટે ઠોકરો ખાતો હોય કે નિરાશ થયી જિંદગી થી કંટાળ્યો હોય અને ત્યારે અચાનક એને ગમતી કોઇ જોબ એને સામે ચાલી ને લેવા આવે તો એને કેહવાય ચમત્કાર.?

વર્ષો સુધી પુત્ર પ્રાપ્તિ ની ઇચ્છા મા મંદિર ના ઓટલા ઘસનાર દંપતી ને અચાનક પુત્ર પ્રાપ્તિ થાય તો એને કેહવાય ચમત્કાર.?

શાકભાજી વેચતો ગરીબ બાપ વિચારે કે દિકરી ના લગ્ન નો પ્રસંગ કેમ ઉકેલવો અને એ જ ચિંતા મા ક્યારેક ઘર ના ખુણા મા જમીન નો એક દસ્તાવેજ મળી આવે તો એને કેહવાય ચમત્કાર.?

૩-૪ વર્ષ સતત દુષ્કાળ નો સામનો કર્યા બાદ જો આ વર્ષે પણ દુષ્કાળ પડશે તો જમીન વેચવી પડશે એવી ચિંતા સાથે સુનાર ખેડુત ની બીજા દિવસ ની સવાર ઝરમરતા વરસાદ થી થાય તો એને કેહવાય ચમત્કાર.?

(પપ્પુ કદાચ પીએમ બને તો એને પણ કેહવાય ચમત્કાર)?

આવી ઘટનાઓ કદાચ લખાણ મા કે કલ્પના મા જ સારા લાગે એવુ જરુરી નથી. મનુષ્ય ની શ્રધ્ધા ઉપરવાળા પર એટલી અતુટ હોય છે કે આવા ચમત્કારો થતા જ હોય છે અને થતા જ રેહશે.?

એટલે જ નિરાશ વ્યક્તિ ની વાતો મા આશા જગાવતુ એક વાક્ય એ હોય જ છે કે.....?

"ઉપરવાળો છે ને બધુ જ સારુ કરશે"?

English Thought by Jimmy Jani : 111175022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now