*પાંદડી*
પાંદડી પાંદડી નો અનેરો પ્રેમ રંગ.
એક પાંદડી મેંદી બની ચડાવે પ્રેમ રંગ.
એક પાંદડી બીલીપત્ર બની ચડે ભક્તિ રંગ.
એક પાંદડી ઔષધીય ગુણોથી ભરપૂર.
એક પાંદડી કેવી વિષ થી ભરપૂર.
એક પાંદડી સોના રૂપાની, સ્ત્રી ના આભુષણ નો બંને શણગાર.
નર કહે આ ઉત્તમ પાંદડી શબ્દ શણગાર.
થાય પાંદડીએ પાંદડીએ સાહિત્યના વૃક્ષ નું વિસ્તાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ