#kavyotsav -2
ગઝલ....
દિલ થી દિલ મળે ત્યારે પ્રેમ થાય છે,
આંખો થી આંખ મળે ત્યાં એકરાર થાય છે,
દિલ વિરહે વલોવાય ત્યાં ગઝલો લખાય છે,
યાદો માં કોઈની રડીએ ત્યારે આંખો ભરાય છે.
વાગે છે ઢોલ મસ્તી તણો તો શુર તણાય છે,
એક ઈશારે દિલ કેવા વિંધાય છે.
તારી આંખો મારા દિલ ના મૌન તોડે છે,
તારી ચાલ થી તો પ્રેમ મત્લા રચાય છે.
તને જોયો છે નિરાંતે હજી,
ત્યાં તો આંખે સમણાં આપના જોવાય છે.
એકાંત માં બેઠાં હોઈએ ,
ત્યાં મન માં આપની છબી દેખાય છે.
પ્રેમ ના સમંદર ને મજાથી નિહારાય છે,
લહેર ના સાદે આપના નામ સુનાય છે.
શૈમી ઓઝા "લબ્જ"
-- Shaimee oza
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111174885