મને થયું આજ મન મૂકીને રડી લઉં,
મારી નદીને દરિયામાં ઠાલવી દઉં....(૨)
પ્રેમ ભર્યો સંબંધ હતો આપણો,
એમાં તમને ક્યાં ખોટ વર્તાય,
દિલ મારું આટલું તડપાવ્યું,
એમાં તમને ક્યાં ભાવ વર્તાય,
મને થયું આજ મન મૂકીને રડી લઉં...(૧)
દિલ થી કહું છુ મારી લાગણીમાં હતી,
બસ તારી જ લાગણી,
સમય સાક્ષી છે મારી વાણીમાં હતી,
બસ તારી જ વાણી,
મને થયું આજ મન મૂકીને રડી લઉં...(૧)
નહોતા મળ્યા તમારા નયનને,
છતાં અમે સ્પર્શી ગયાં,
નહોતા જોયા તમને સ્વપ્નમાં,
છતાં તમે આકર્ષી ગયાં,
મને થયું આજ મન મૂકીને રડી લઉં...(૨)
-કુલદીપ