પ્રેમની ધારાએ ધારાએ વહેવું છે મારે….
પ્રીતને સંગ રહેવું છે મારે...(૨)
નદીના નીરમાં ભળવું છે મારે,
પ્રેમના અંતર આત્મામાં મળવું છે મારે,
ગઝલરૂપી નાવડીમાં પ્રીત આપવી છે મારે,
પ્રેમરૂપી પુષ્પોમાં સુગંધ બનવું છે મારે,
પ્રેમની ધારાએ ધારાએ વહેવું છે મારે….(૧)
માટલાંનું પાણી નથી બનવું મારે,
વિશાળ સમુંદરમાં વહેવું છે મારે,
બંધ મકાનમાં નથી રહેવું મારે,
પંખીની જેમ આભમાં ઉડવું છે મારે,
પ્રેમની ધારાએ ધારાએ વહેવું છે મારે….(૨)
-કુલદીપ