આનંદ લો...!
શ્વાસ લેવાય છે તેનો આનંદ લો,
પ્રાણ પોષાય છે તેનો આનંદ લો,
એ વધે કે ઘટે ગૌણ ઘટના ગણો,
દર્દ સહેવાય છે તેનો આનંદ લો,
કંઇજ ન થાય એતો જગતની વાત,
પણ જે કઈ થાય છે તેનો આનંદ લો,
પ્રાણમાં અસ્તિત્વ જીવનનું છે,
તેના રસદાર ઘૂંટનો આનંદ લો,
ધૂળ છે કે રત્ન એ ન જુઓ,
મૂલ્ય અંકાય તેનો આનંદ લો,
દેહ ભલે થઈ જાય નકામો પણ,
શીશ ઉચકાય તેનો આનંદ લો,
છે ગઝલમાં મારા અંગત તત્વ,
કંઈ સમજાય તો આનંદ લો......!
-કુલદીપ