મમ્મીનું ઘર
- દરેક પરિણીતાના હાંશનું સરનામું છે મમ્મીનું ઘર
- થોડા દિવસ સવારે પાંચની જગ્યાએ આઠ વાગે આરામથી ઉઠવાની સગવડ છે મમ્મીનું ઘર
- કોને કેવું લાગશે ? એ વિચાર્યા વગર મનમાં આવે તે બોલી જવાની છૂટ છે મમ્મીનું ઘર
- દરેકની ડિમાન્ડ પૂરી કરનાર માંટે બિન્દાસ ડિમાન્ડ કરવાની સવલત છે મમ્મીનું ઘર
- બાળકોના વેકેશનનું તો બહાનું પણ આખરતો પોતાનું બાળપણ ફરી જીવવાનું નિમિત્ત છે મમ્મીનું ઘર
- કેટલાય સંધરેલા સ્વપનાઓને ફરી એક વાર માણવાનો અવસર છે મમ્મીનું ઘર
- ર્હદયમાં ઉઠેલા અને કોઇને ન પૂછેલા પ્રશ્નોનો જવાબ છે મમ્મીનું ઘર
- છોડ્યા પછી પણ કયારેય પારકું ન થઇ શકેલું પોતાનું વ્હાલુ વતન છે મમ્મીનું ઘર
- આખરે તો મમ્મીની માનીતી પપ્પાની પ્રિન્સેસ તરીકે ફરી એકવાર જીવવાનું ઠેકાણું છે મમ્મીનું ઘર
?