બધી યાદોનુ મારી આંખમાં સરનામું છે
જો,આંખોની તવારીખોમા તારું પાનું છે
કહી શક્તો નથી એ દૂઃખ મારું છાનું છે
જે સમજી જાય,માણસ એ જ પોતાનું છે
વિરહને પણ દુઆ માનીને સ્વીકારી અમે
સદીઓ જોઇએ તો એ ક્ષણોનું ખાનું છે
ભલે સપનામાં તું આભાસ થઇને આવશે
આ ચ્હેરા પર બધું કામણ નવી આશાનું છે
ભલે મીરા ભજે કાનાને જીવનભર છતાં
જગતમાં નામ કાના સંગ તો રાધાનું છે
ભલે આશાની રાત્રી રોજ લંબાતી હશે
અમારું કામ સૂરજ થઇ અહી ઉગવાનું છે
હું ગમ તબદીલ સુખમાં રોજ કરતો જાંઉ છું
આ રીતે સૌને સુખ દેવાનુ કારણ છાનું છે
‘મહોતરમા’ છે મારા શબ્દની સાચી ઝલક
મળ્યુ છે એક માણસ એ જ સૌથી દાનું છે
કવિશ્રી નરેશ કે.ડૉડીયા.