ગોરી તારા ગાલે પડતા ખંજન.
છે અવર્ણનીય, નિઃશબ્દ એ તો , જાણે હો કોઈ ઈશ નિરંજન,
ગોરી તારા ગાલે પડતા ખંજન.
સ્મિતમાં સાથે સોહે છે, એ મનડા મારા મોહે છે,
જાણે એનુ વર્ણન કોઈ, કવિના દોહે દોહે છે,
એના પર જો સ્થિર થાવ તો , કેન્દ્ર યોગનું, ધ્યાનનું જાણે સાધન,
છે અવર્ણનીય, નિઃશબ્દ એ તો , જાણે હો કોઈ ઈશ નિરંજન,
ગોરી તારા ગાલે પડતા ખંજન.
છે સ્મિતનું એ કારણ, ને કોઈ કોયડાનું તારણ,
હુંફ આપે હૈયે એવું એ બળતા દિલનું ઠારણ.
વિશ્વ તણા સૌ સુખનું સંયોજન, ને દૂન્યવી એ દુઃખના વિભાજન,
છે અવર્ણનીય, નિઃશબ્દ એ તો , જાણે હો કોઈ ઈશ નિરંજન,
ગોરી તારા ગાલે પડતા ખંજન.
- *કૃષ્ણાંશ રાધે*