ડનલોપ ના ગાદલા માં નીંદર ન આવી
પડખા ફેરવતા ફેરવતા સવાર પડી
એ ખેતરની માટીમાં સુતા ને ઢેફા નુું ઓશીકું કરતા
આજ ફરી ગામડું યાદ આવ્યું.
થાળીમાં પકવાન છે હજાર પણ.
હવે ભુખ ક્યાંથી લાવવી
એ ચુલ્લાના ઘડેલ રોટલાને
હાંડલાની છાશ કેવા દાબીજાતા
આજ અમૃત તણા એ ઓડકાર ને યાદ કરતા
આજ ફરી ગામડું યાદ આવ્યું.
શહેરની આ ગીચતા ને હાડમારી થી કંટાળો આવ્યો ત્યારે
ફરી એ ગામડાની સાદગી યાદ આવતા
આજ ફરી ગામડું યાદ આવ્યું.
નીકળ્યા સુખ-ચેન ખાતર વતન ને છોડીને આ ભપકાદાર દુનિયામાં
આધી વ્યાધિ આવીને નીંદ પણ ગઇ
કેવા સુતા તા એ લીંબડા ના છાંયડે બેઠા બેઠા
એ નીર્દોષ જીવન ને યાદ કરતા
આજ ફરી ગામડું યાદ આવ્યું.
અરમાની નું શુટ છે ને રીબોકના બુટ છે
એપલ ના આ પ્લેસ્ટોર, કેન્ડીક્રષ ના
આ જંગલો માં થાકતા ત્યારે...
ફરી યાદ આવતા એ ગામડા ના દીવસો
ખુલ્લા પગે રખડતા આંબલી-પીપળી રમતા
ને મોજના તોરા ફુટતા
એ વીતી ગયેલ સમય ને યાદ કરતા
આજ ફરી ગામડું યાદ આવ્યું.
ને અંતે છેલ્લે
નીકળ્યા તા કંઈક મેળવવા ને કંઈક પામવા
ગામડા છોડીને ભાવીક
આજે મેગા સીટીમાં વલખા મારતા ને
આ ઉપાધિ ભર્યા જીવનને જોતા
આજ ફરી ગામડું યાદ આવ્યું.
આજ ફરી ગામડું યાદ આવ્યું.