#kavyotsav 2
એ જીંદગી ....
એ જીંદગી તારી જાળ માં ફસાયા છીએ,
સાચા હોવા છતાં ભરાઈ ગયા છીએ.
તારા ખેલ સમજી ન શકી નાદાન,
તુજ રંગથી વાકેફ છતાં રંગાયા.
સપનાં દિલ માં સજાવી,
તુજ થી વાકેફ થયા છીએ.
તારી હકીકત જાણવા કાંજે,
મોત ને આલિંગન આપી બેઠાં છીએ.
જીંદગી તને સમજવા માં અમે કાચા,
મોત સાથે પ્રણય ફાગ રચી બેઠાં છીએ.
જીંદગી તારી સાથે રેસ જોશે લગાવી,
અમે તારી સાથે દોડતા થાકી ને હારી બેઠાં છીએ.
હજી સંબંધ ને સુધારવાના બાકી છતાં,
મોત ની સમીપ ખેંચાયા છીએ,
શૈમી ઓઝા "લબ્જ"