જોઇએ મારે બદલવા આમ જ ચહેરા નવા ,
લાવવા ક્યાંથી હવે આવા અલગ મહોરાં નવા .
રાઝ જાય ન જાણી મારો કોઇ તેને કારણે ,
આમ દરરોજ હું લગાવું છું જુઓ પહેરા નવા .
હોય પોતાના , પરાયા કે પછી હો કોઇ પણ ,
રોજ મારે ઘાવ કેવા નીત સૌ ગહેરા નવા .
ઝેર પીવાની નથી કોઇને નવાઇ હવે કશી ,
પીવડાવે છે હવે એકમેકને ઝહેરો નવા .
શોધવા છે કોઇ એવા હોય જે સાદા સરલ ,
રોજ તેથી તો ફરૂં છું આમ 'જશ' શહેરો નવા .
જશુ પટેલ