Gujarati Quote in Poem by Siddh Charan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે વફામાં દગાનો માર લાગે છે
ફૂલ ને પણ ઝાકળનો ભાર લાગે છે

હતો ખરો ઘવાયેલ પ્રેમમાં એ સમય
એ ચોટની અસર હવે અસરદાર લાગે છે

એના પ્રેમની સીમાઓ તો બસ એક હદ સુધી જ
મારા પ્રેમની સીમાઓ હદથી યે પાર લાગે છે

આ હૃદયથી હૃદયનું જોડાણ કંઈક એવું
એને ઠેશ પણ વાગે તો મને પીડા અપાર લાગે છે

એની યાદોને સજાવી બેઠો છું એવી દિલમાં
કે હર ધબકાર પર એની યાદોનો ભાર લાગે છે

તાંતણે તાંતણે બંધાતા વિશ્વાસ વર્ષો વીતી જશે
પણ એ તાંતણે કાતર લાગતા પળવાર લાગે છે

ગમ-એ-મહેફિલમાં ન હતો એકલો 'આમિલ'
નેજવો માંડી જોયું તો લાંબી કતાર લાગે છે

- સિદ્ધ ચારણ(આમિલ)
Mo.9586788806

Gujarati Poem by Siddh Charan : 111171964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now