બુરા ન માનો હોલી હૈ,
ફેંકવામાં હોડ લાગી છે હોડ ભૈ,
હું ય આવું છું પછી તું દોડ ભૈ.
ખૂબ મોટી વારતાઓ મેં કરી,
એક બે અફવા હવે તું છોડ ભૈ.
હું ફકિર હોવાની કરું વાતો બધે,
પણ મને ખુરશી તણાં છે કોડ ભૈ.
ગામની ભૂલો મને દેખાય છે,
પણ અમારી કયાં કશે છે ખોડ ભૈ.
કામ ધંધા જેવુ સધળુ બંધ છે,
શબ્દની બંદુક હવે તું ફોડ ભૈ.
*જિગર ઠકકર 'ગઝલનાથ'*