*કમબેક*
જીવન સીધી લીટીમાં નથી ચાલતુ કયારેક કોઈના જીવન મા એવો પણ સમય આવે કે તે મહત્વની પરીક્ષામા ફેલ થાય.જેના માટે વરસો મહેનત કરી હોય તે કારદીતીમા મેળ ન પડે કે અચાનક બિમાર કે બીજી કોઈ તકલીફથી કારદીતીમા ઓટ આવે નોકરી છુટી જાય ધંધો જામે નહીં કે જામે લા ધંધામાં દેવાળુ ફુકાય કંગાળ થઇ જવાય જેને દિલથી ચાહ્યો હોય તે બેવફા નવડે...ટુકમા બારે વાહણ ડુબી જાય ત્યારે શું કરવું.?
આવી પરિસ્થિતિમાં સામનો કરવાના ત્રણ રસ્તો છે. એક આત્મ હત્યા. જે ફક્ત કાયરોનુ કામ છે. બીજુ હરિ ઈચ્છા સમજી કે નસીબને દોષ આપી બેસી રહેવું ત્રીજુ હાર ન માનવી લડી લેવુ અને આખરે દુનિયા જોતી રહે તેવુ કમબેક કરવું