#kavyotsav 2
પ્રેમ ખૂટે છે...
મને લાગે છે ક્યાંક થોડો પ્રેમ ખૂટે છે.
આ ઘડિયાળ કાંટે ભાગતા જીવનમાં
સમય ના ગણિત ગણવામાં
મને લાગે છે ક્યાંક થોડો પ્રેમ ખૂટે છે.
આ જવાબદારી અને સમજણની કસોટીમાં
ઘર અને સમાજ ના ત્રાજવામાં
મને લાગે છે ક્યાંક થોડો પ્રેમ ખૂટે છે.
આ મા અને સાસુમા ના અંતરમાં
પતિ અને પત્ની ના સંબંધમાં
મને લાગે છે ક્યાંક થોડો પ્રેમ ખૂટે છે.
બાળકો ની સાજ સંભાળમાં
શાક રોટલી ના સંભારમા
મને લાગે છે ક્યાંક થોડો પ્રેમ ખૂટે છે.
પોતાની જાત ના બંધનમાં
આજ કરતા કાલ ની આશમાં
મને લાગે છે ક્યાંક થોડો પ્રેમ ખૂટે છે., મસીહા