Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં ડૂબકી મારી દીધી મનના તળાવમાં,
મોટો ફરક લાગ્યો મને મારા સ્વભાવમાં.

તારી દલીલો માન્ય રાખી લીધી છે જગે,
મારે શું કહેવાનું હવે મારા બચાવમાં!!

ઘરડાઘરે રહીનેય ચિંતા દીકરા ની છે,
સ્હેજે ફરક પડતો નથી 'મા'ના લગાવમાં.

આદત નથી પડવા દીધી મેં કોઈ ચીજની,
હું જીવતા શીખી ગયો તારા અભાવમાં.

તું તારી પાસે રાખજે તારી મહાનતા,
આવ્યો નથી હું કોઈ ના ખોટા પ્રભાવમાં.

લ્હેરોની માફક મુક્ત મન રાખી જીવી ગયો,
"સાગર"નથી આવ્યો કદી કોઈ તણાવમાં.
રાકેશ સગર, સાગર, વડોદરા ...

Gujarati Poem by Rinku Panchal : 111170988
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now