#AB ?kunjdeep...
કાના કંઈક તો બોલ
કંઈ જ નથી કેવું તારે???
પણ મારે તો સાંભળવું છે...
કિનારે બેસીને પથ્થર ન માર
મારે તો તારા માં ભળવું છે...
જાણું નદી ના કિનારા વિશાળ સાગર માં નથી ભળતા,
પણ નદી ના પાણીમાં માટીની જેમ ભળી મારે સાગરમાં ભળવું છે...
રાધા છું તારી તો તારા હૈયા ની વાતો આંખો માં વાંચતી
પણ કાના એના માટે તારું મારી સામે હોવું જરૂરી...
ચૂપ કેમ છે તું કંઈક તો બોલ વાલા...
મને તારા મનની વાત જણાવવા તારે બોલવું જરુર છે,
પણ તું આજે કંઈક તો બોલશે એ સાંભળવા જીવવુ જરૂરી છે...
તે હવે "હું તને ચાહું છું " એમ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકયું
પછી કયાં કંઈ જાણવું જરૂરી છે.
- કુંજદીપ.
.