કવિતા: મળશે?
ખાલી થયો છું નિચોવી જાતને, હવે ચાહ મળશે?
તૃષા નથી પુરસ્કારની કોઈ, બસ સરાહ મળશે?
વેરાન હતો જે મારગ, જોઉં છું ત્યાં ભીડ આજે;
શિતાબ તો છું હું પણ જવા, થોડી રાહ મળશે?
સંબંધો લાગે છે પાનખર સમા, વસંતની તલાશ છે;
મેઘની ગરજ નથી, બે ક્ષણ મીઠી નિગાહ મળશે?
આખરે હું હાર્યો. કારણ, કાચો હતો આ શતરંજમાં;
'પાકા' કેમ થવાય? જાણવું છે, એકાદ સલાહ મળશે?
-પ્રતીક.
તૃષા-ઈચ્છા. સરાહ-વખાણ. શિતાબ-ઉતાવળો. નિગાહ-નજર.
વિષય: ભાવનાપ્રધાન
#KAVYOTSAV -2