મસ્ત મોટી આંખ્યુ માં તોફાન લઈ બેઠી...
એ નાનકડી ઢીંગલી, કીમીયો કરી બેઠી...!
જાણતા અજાણતા આ જાણ્યું છતાં...
મન તણી મેના, સામે ચાલીને ઘાયલ થઈ બેઠી...!
આવી ભરતી ભાવોની એ નાજુક ચાંદ તરફ...
જાણે નૈયા સામે ચાલીને, ડુબવા જઈ બેઠી...!
ઓત પ્રોત થયો તો જેની પ્રિત માં હું...
એ નાનલી મુજને, મજબુર કરી બેઠી...!
માપ્યો ધબકાર એના કવન નો...
મુજ કર થી, ત્યાં પણ આ કલમ માટે દાદ નીકળી...!
આશિક થઈ બેઠો તો હું જેનો...
એ પણ, આ આશિક ની આશિક નીકળી...!
અમ હદય ના તરંગ ના માપશો તમે અલ્યા...
આ કૃતિ પણ, મસ્તંગ ની પ્રકૃતિ નીકળી...!!!
|| MastanG ||
#KAVYOTSAV -2
#gujarati
#poem #MastanG