તારું નામ યાદ કરૂ ને...દોસ્ત
તારી મારી નિસ્વાર્થ દોસ્તી તાજી થઇ જાય.....
તારું નામ યાદ કરૂ ને...દોસ્ત
તારો મારો નિસ્વાર્થ પ્રેમ તાજો થઈ જાય...
તારું નામ યાદ કરું ને...દોસ્ત
તારા મારા મીઠા ઝઘડાં તાજા થઈ જાય...
તારું નામ યાદ કરું ને...દોસ્ત
તારી મારી લાગણીઓ તાજી થઈ જાય...
તારું નામ યાદ કરું ને... દોસ્ત
તારી મારી મજાક મસ્તી તાજી થઈ જાય...
તારૂં નામ યાદ કરું ને... દોસ્ત
તારો મારો નિસ્વાર્થ ભાવ તાજો થઈ જાય...
તારું નામ યાદ કરું ને...દોસ્ત
તારી મારી જૂની યાદો તાજી થઈ જાય...
તારું નામ યાદ કરું ને...દોસ્ત
કૃષ્ણ સુદામા ની મિત્રતા તાજી થઈ જાય...
તારું નામ યાદ કરું ને...દોસ્ત
મારી દોસ્તી ની કવિતાઓ તાજી થઈ જાય...
@દિલીપ કુમાર "દીકુ"