એક અકસ્માત નો ભોગ બનેલી હું..જેમાં હાથ માં ફેક્ચર થયું હતું..ત્યારે પણ આ લેખક મન જાગી ગયેલું..અને એક કાવ્ય રચના થઈ ગયી હતી...
સંબંધો સાચા સમજાયા અકસ્માતમાં
કોણ મારા છે એ ગણાયા અકસ્માતમાં
દરેક વ્યસ્ત છે પોતાના જીવનમાં આજકાલ
તોય મારા ખબર અંતર પુછાયા અકસ્માતમાં
કઈ કેટલાય કામ રહ્યા હતા અધૂરા જીવનમાં
એક હાથે જ મેં પતાવ્યા અકસ્માતમાં
જીવનસાથી ખરેખર જીવન નો સાથી હોય છે
લગ્નવચનો બધા એને નિભાવ્યા અકસ્માતમાં
બાળપણ યાદ આવી ગયું હતું મને મારુ
જ્યારે મમ્મી એ મોઢામાં કોડયા મૂક્યા અકસ્માતમાં
સાસુ ય વહુ ની સેવા કરી શકે માઁ ની જેમ.
સંબંધો ના જુદાપણા સમજાયા અકસ્માતમાં
પ્રેમથી સાલ ઓઢાડી મારા પપ્પાએ મને.
ભાઈએ ય ખૂબ લાડ લડાવ્યા અકસ્માતમાં
મિત્રો સગા સંબંધી ફક્ત નામના નથી મારા
એમના હોવાપણા ના પુરાવા બતાવ્યા અકસ્માતમાં
આરામ અને વેદનમાં દિવસો વીત્યા.
પણ આનંદ ઘણા લૂંટાયા અકસ્માતમાં
અકસ્માતની પણ કંઈક અલગ મજા હોય છે
બસ એ મજામાં જ દિવસ વિતાવ્યા અકસ્માત માં