ફૂલ ખીલ્યાં મારા દિલનાં બગીચામાં,
તારા પ્રેમમાં...
કોરા કાગળની જેમ હતી મારી જિંદગી,
એમાં અવનવા રંગો ભરાયાં,
તારા પ્રેમમાં...
ખાલી હતી મારી દિલની જગ્યાઓ,
એમાં યાદોનાં ખજાનાં ભરાયાં,
તારા પ્રેમમાં...
આવીને લઇ જઈશ તું તારા આંગનમાં,
એવા સપના સેવાયા,
તારા પ્રેમમાં...
વગર ચોમાસે ચમકી એ વિજળીઓ,
એ ચમકારામાં સાદ સંભળાયાં,
તારા પ્રેમમાં...
ઉનાળામાં શરીરને દઝાડતા આકરા તાપમાં,
દિલ દઝાણું માત્ર તારા વિરહમાં,
કારણ - હું તારા પ્રેમમાં...