કારણ ન શોધ તું હસવા માટે,
જીવન ટુંકું છે આ રડવા માટે.
નાના નાના સુખોથી સજાવી,
ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે.
ઉઠ, ઉભો થા, ને આગળ વધ,
ઠોકર બની નથી, નડવા માટે.
છે ઘણું પામવાનું, તને હજુય,
સેંકડો ક્ષણ છે બધું કરવા માટે.
ડગ ભર મક્કમતાથી ‘અખ્તર’,
આતુર છે મુકામ મળવા માટે
-- અમિત કુમાર