તમે છો...
દુર ભલે પણ સૌથી નિકટ તમે છો,
દિલની હર ધડકનમાં બસ તમે છો.
આંખોથી ભલે ના જોવાય ચહેરો તમારો,
પણ મારા એકેએક દ્રશ્યમાં તમે છો.
છે વિરહની ઘડીઓ આપણી વચ્ચે,
પણ મારા જીવનની હર ક્ષણમાં તમે છો.
બોલું ના એકેય શબ્દ તમોને ,
પણ મારા બોલનાં હરેક પડઘામા તમે છો.
પથ્થર ફેંકતા જેમ પાણીમાં ઉઠે,
એ તરંગ મારા રક્તમાં તમે છો.
હરઘડી હરપળ નામ જપાય છે જેનું,
એ શ્યામ સુંદર સલોણા તમે છો.
ફુલ ફોરમ સંગ ખીલ્યા રંગમાં,
એવા મારા ચહેરાની હર રંગતમા તમે છો.
હરઘડી હરપળ હરક્ષણ ગણાય છે,
પણ મારી જિંદગીનો સમય જ તમે છો.
-આરતી પ્રજાપતિ
sub. પ્રેમ