મોરલો ટહુક્યો ને ઝબકીને હુ જાગી
મને મારા સાંવરિયાની આશ
ગાજ્યા મેઘ ને વરસ્યા અંબર
ઓલી વિજળીએ કર્યા ચમકારા
ભોળી આંખોની મીઠીસી યાદ
મને મારા સાંવરિયાની આશ
પહેલા વરસાદની પહેલી હેલીએ
બેઠો છે સાગરની પારે અભાગણ
હુ રે એવી મારા પ્રીતમ ની ખાસ
મને મારા સાંવરિયાની આશ
કહી દો એ મોરલાને ટહુકે ના હવે
ટહુકે તો મારા સાજણને દેશ
કહેજો રે આવે એની રતૂમડીંને પાસ
મને મારા સાંવરિયાની આશ
sub.પ્રેમ
#kavyotsav