#KAVYOTSAV - 2
મંત્રીજી. . . !!!
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.
ન પુરા કરવાના વચનો,અમને તમે દીધે રાખો.
બની ઠની ને બેસી ગયા છો.
ખોટું કરવાને પેધિ ગયા છો.
વાતો તો કરો છો અડગતાની,
વટાવી વરસ એંસી ગયા છો
તરશે મારી જનતાને,દૂધ મલાઇ પીધે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.
ભાષણમાં પાછા કદીન પડતા.
મગરના આંસુએ તમે રડતા.
લાભ હોય ત્યારે ઝૂકીઝૂકીને,
ઢીંચણીયે તમે પડીને ગળતા.
તમારી તિજોરીને સદા,સંપત્તિથી સીંચ્યે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.
ઝબ્બોતો પહેર્યો છે ખાદીનો.
સાથતો દો છો મૂડીવાદીનો.
સૂરજ તપ્યો જે આપના લીધે,
એ છે જનતા ની બરબાદીનો.
ગોટાળાથી અડધા પૈસા,તમારા ખીસ્સે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.
હજુરીયાઓ પડખે રાખો છો.
વિકાશને સદા ડખે રાખો છો.
ફરો મ્હોરા સેવકના પહેરીને,
અસલી ચહેરો પડદે રાખો છો.
મહેફિલોમાં મસ્ત બની,ઘૂંટ શરાબના ઢીંચે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.
- અલ્કેશ ચાવડા "અનુરાગ"