જેમ પાનખર પછી વસંતનું આવવું,
કળીનું ખીલવું,
ઝાકળનું પુષ્પ પર ચાલવું,
નદીનું સાગરને મળવું,
માછલીના આસુનું પડવું,
પવનનું વહેવું,
રણમાં રાહીનું તરસવું,
અને તારા આવવાની રાહ જોતાં સમયનું સાપેક્ષ થવું,
અને તારા આવ્યા પછી મારું તારામાં ઓળઘોળ થવું અને તારું મારામાં ઓગળવું.
આ બધાં જ અનુભવોને સાચવવા કે પકડવા હું અસમર્થ છું , માત્ર સાચવી શક્યો એ અનુભવોના સંસ્મરણો.
એટલે જ ફરી તારા આવવાની રાહ જોવું છું.
- નિશાન