#kavyostav -2. # ભાવનાત્મક. " વક્રી ગ્રહ ". "વક્રી ગ્રહ"
ગ્રહો નો કાંઈ વાંક નથી,
આ વાંક છે ભાઈ માનવી નો,
નુકશાન પહોંચાડે અહીં માનવી,
નામ લે છે ગ્રહો નો,
કુદરત ની ચાલે ચાલતા ગ્રહો,
માનવી ની ચાલ નિરાલી,
કુસંપ થી અહીં વેર વધે,
શાંતિ ના જણાઇ,
ભાઇ બન્યો ભાઈ નો વેરી,
દુનિયા ક્યાં જવાની,
ગોળ ઉપર જેમ માખી બેસે,
પૈસા પાછળ માનવી,
જૂઠાઇ એવી ચાલે અહીં,
અસત્ય માં છે નફ્ફટાઈ,
ગ્રહો નો કાંઈ વાંક નથી,
આ વાંક છે ભાઈ માનવી નો.
- કૌશિક દવે