#kavyostav -2. # ભાવનાત્મક. "જીવન નો મર્મ"
આ તારું આ મારું,
અહીં કોઈ નથી મારું,
આ વાહલા આ સગાં,
દુઃખ માં દે છે દગા,
આ મંત્રી આ તંત્રી,
બનતા નથી સંત્રી,
આ દોલત આ ધન,
ચિંતા માં રાખે મન,
આ શક્તિ આ ભક્તિ,
દાન આપી મુકે તક્તી,
આ જન્મ આ મૃત્યુ,
મન સૌનું અહીં તુટ્યું,
આ શિવ આ રામ,
લો હવે પ્રભુ નું નામ,
આ પ્રભુ આ ઈશ્વર,
દેહ બન્યો નશ્વર,
આ કર્મ આ ધર્મ,
સમજો જીવન નો મર્મ.
- કૌશિક દવે