#KAVYOTSAV2
અન્યો ની તો શું જાત પીછાણુ અહી તો હું ખુદ મારી જાત ના સ્વરુપ થી અજાણ છું,
બીજા ની ખબર પૂછવા માં એટલો મશગુલ છું, કે ખુદ ની તાસીર થી બેખબર છું,
કહું છું હરદમ મારી જાત ને કે અન્યો થી બેહતર છું,
છતાં માફ કરશો આ ખબર પૂછવા માં હું ભૂલી જ ગયો કે હું પણ એક 'મરીઝ' છું,
મને ઘડીભર અગર ભરી રહે જો કોઈ શ્વાસ માં, તો બીજી ક્ષણે ઉશ્વાસ વાટે બહાર છું,
આ તે કેવી કુદરત ના ચક્ષુ ની કરામત કે એકબાજુ અન્યો માં બતાવે એ અલગતા છું,
ને ઘડી બાદ તેમાં સામ્યતા ની ઝાંખી દર્શાવે,તેવા દ્વંદ્વ ની મોહજાળ છું,
કરી છે બુલંદ આવજે ઘોષણા હવે ખુદ છું મૂંઝવણ માં,
કે પુરી થશે કે અધૂરી રેહશે એના ભાવિ ના અતીત ની શોધ માં છું,
અન્યો ની તો શું જાત પીછાણુ અહી તો હું ખુદ મારી જાત ના સ્વરુપ થી અજાણ છું,
જય ગુજરાત,જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.