હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ
જેથી થાય અમારો ઉદ્ધાર
માર્ગ પર ચાલવાની આપ અડગતા
જેથી કરી લઈએ જીવનની નૈયા પાર
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ
હે ઈશ્વર હૃદય બનાવ એટલુ વિશાળ
જેમાં ના આવે કોઈના પ્રત્યે ધિક્કાર
બસ જેમાં રહે બધાનો અધિકાર
એવા હૃદયમાં હોય આનંદ અને કિલકાર
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ
આ વિશાળ જગમાં કોણ ક્યારે શુ કરે?
ધિક્કારે એક ક્ષણે તો બીજી ક્ષણે પ્રેમ કરે
સુખમાં અવગણે અને દુઃખમાં આગળ કરે
આવા મનેખ વચ્ચે જીવન જીવતા શીખવાડ
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ
સ્વાર્થ ભરેલી આ દુનિયામાં
કોણ પોતાના કોણ પારકા પારખવાની શક્તિ દે
જ્યાં કોઈ કોઈનું નથી એવી આ દુનિયામાં
પોતાને પારખવાની,ઓળખવાની શક્તિ દે
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ