Gujarati Quote in Poem by Parul Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav 2.0 ( પારૂલ મહેતા)

( વ્યંગાત્મક )

શહેનશાહ

કિલ્લે કિલ્લે, રાંગે રાંગે,
ઘોડાઓ પૂરપાટ શહેનશાહ
ભીતર ભીતર પાણીપત ને
ઉપલક જમનાઘાટ શહેનશાહ.

સાત જનમની ઘટના જેવું
ફિસ્સું ફિસ્સું જીવતર જીવવા,
મૂંછ વિનાને ચહેરે લાવે ,
ભાડૂતી ચળકાટ શહેનશાહ

બેગમ સાથે,બખ્તર સાથે,
રાત-દિવસના ચક્કર સાથે,
નક્ષત્રોનાં પ્યાદાં સાથે
ખેલંતા ચોપાટ શહેનશાહ.

છીપ વચાળે મોતી થઈને,
તોર નશીલો ઓઢી લઈને,
શકટ તળેના શ્વાન બનીને
સૂતા ચત્તાપાટ શહેનશાહ.

કાચ સવાયું,સાંચ સવાયું,
તલવારોની ટાંચ સવાયું,
બેધારું,બેફિકર થવાયું ,
એક દિવસના લાટ શહેનશાહ.

દરબારીઓથી ખચક સભામાં,
ખુદ ઉખાણું બન બેઠા છે,
કોક ચતુરી બાહોશીની,
જોતા જોતા વાટ શહેનશાહ.
ભીતર ભીતર પાણીપાત ને
ઉપલક જમનાઘાટ શહેનશાહ.
.....(પારૂલ મહેતા)

Gujarati Poem by Parul Mehta : 111169814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now