Hindi Quote in Poem by Ravi Nakum

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને ખુદથી અનુરાગ થયો,
આ અઢી મણની કાયામાં કેદ થયેલ આતમથી અનુરાગ થયો...

મને ખુદથી અનુરાગ થયો,
આડું અવળું જિંદગીનું અંતર કાપતાં આ દેહથી અનુરાગ થયો...

મને ખુદથી અનુરાગ થયો,
સાચું ખોટું પારખતી મારી આ પારખું નજરથી અનુરાગ થયો...

મને ખુદથી અનુરાગ થયો,
દરેક પરિસ્થિતિમાં છલકાતાં મારા સ્મિતથી અનુરાગ થયો...

મને ખુદથી અનુરાગ થયો,
સુખ દુઃખને સંભાળીને રાખતાં મારાં મનથી અનુરાગ થયો...

મને ખુદથી અનુરાગ થયો,
મારાં બધાં મિત્રોને મારામાં જીવંત રાખતાં મારા દિલથી અનુરાગ થયો...

રવિ નકુમ 'ખામોશી'

#કાવ્યોત્સવ_2 .0
#kavyotsav_2 .0

Hindi Poem by Ravi Nakum : 111169763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now