# કાવ્યોત્સવ -૨
વસુંધરા
રડી રહી છે આ વસુંધરા, નવોઢા શી
લીરા ઉડ્યા છે, જાણે હરિયાળી ચૂંદડીના,
વસુંધરાને લાગે છે કચરાનો ભાર,
કપાય છે, લીલાછમ વૃક્ષો હજાર,
ધરતીના જળસ્તર ગયા છે સાવ નીચા
નદીઓ થઈ છે, સુકીભઠ્ઠ પાણી વિના.
ઉભા થયા છે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો,
નષ્ટ થઈ રહ્યા છે, કુદરતના સુંદર ઉપવનો
વધી છે, રસ્તા પર વાહનોની લાંબી કતાર,
શ્વાસ લેવા શુદ્ધ હવા થઇ છે, મોંઘી મદાર.
શાકભાજી, ફળો થયા છે દેખાવડા,
નષ્ટ થઇ છે, કુદરતી પોષકતા
બન્યા છે માનવો, અનેક બિમારીના ભોગ
લેવાય છે દવા અનેક, ભગાવવા રોગ.
નષ્ટ થયો છે, નિર્દોષ આંનંદ માનવનો
સમય આવ્યો છે, હવે સૌએ જાગવાનો.
રડી રહી છે આ, વસુંધરા નવોઢા શી,
લીરા ઉડ્યા છે, જાણે હરિયાળી ચૂંદડીના.
- રક્ષા મામતોરા