#kavyotsav 2
તને જોઈ મારું દિલ ઘવાયું,
શાયરી માં જીંદગી સજાવી,
મારી જીંદગી તુજ નામ કંડારી.
એ ખુદા તે ભલે મને નાદાન બનાવી,
દુનિયાદારી ને ગજવામાં પુરી ફરું મજા થી.
એ વાલા મારા પ્રેમમાં ભિંજાઈ સદાય,
લે હું તો તારા પાછળ પગલાઈ ગઈ છું.
રણ ભલે ને વેરાન હોય,
હું પ્રેમ નો પાક ઉગાડું છું.
આંખ નું નિશાન આપ બની ગયા,
દિલ નો નશો આપ છો,
ધડકન આપનું નામ સુની હસી ગઈ.
મેં ધરા ની પથારી,આકાશ ની છત,
ધડકને તો હાથ લાંબા કરી દીધા,
છેવટે નિયતી ના લેખ માં સપડાવું છું.
સંગીત લય ને કાજે શોભે,
લબ્જ નું ભીતર દર્દ ને કાજે રડે,
વેદનાં ઓ ગઝલ નું ફુલ બની ફૂટી નિકળે.
શૈમી ઓઝા "લબ્જ"