હાથ ની રેખાઓ જાણે શું કહી ગઈ,
જીવવા માટે બસ એક લાઈન જ રહી ગઈ
હથેળી ને તપાસતા ખબર પડી,
જીવવા માટે હજુ બે પળ મળી
લગ્ન ની રેખા ત્રણ હતી,
પણ બીજી માં જ જિંદગી ની કણ મળી
હૃદય રેખા લાંબી હતી પણ,
જિંદગી સાવ ટૂંકી મળી
કરવું હતું કંઈક મોટું કામ,
પણ ભાગ્ય રેખા એ કરી દીધુ નાકામ
સિગરેટ ની રાખ થી એશ ટ્રે ભરાઈ ગઈ,
દિલ ના દર્દ થી આંખો છલકાઈ ગઈ