'તરંગ'નો સ્પર્શ : 7
તું કર ફતેહ હવે,
ના હોઈ વિસામો આ વયે
હાંફ , થાક ને વાંક કોણ જાણે?
લોકો તો જાણે સ્વાદ જીતનો,
તો કાં આ પળે લડવાથી નાસતો,
મુઠ્ઠી તું વાળ ને બદલાતું ભાળ ભાગ્યને,
વાંક સમયનો કાઢતો ને પછી,
હથેળીમાં ચાંદને ભાળતો,
પણ આ ચાંદ તો સૂરજથી ઝગતો,
ઝગમગતો સુરજ ય તપતો તો પામતો!
તો તપથી તું કાં ભાગતો?
હા, તું ભાંગતો પણ
ફરી બનતો ય એ તું કાં ભુલતો?
તું કર ફતેહ હવે,
ના હોઈ વિસામો આ વયે!!
-'તરંગી'