શું આ ઘર છે તમારું સ્વપ્ન?
મકાન ચણાતા ચારેકોર ,
પણ મનની દીવાલોથી ઘેરાયો છે માનવ
સગવડ બધી છે પણ
મનની અગવડ ઓળખતી માઁ છે શું ઘરમાં?
મોકળાશ મોકળાશ કરીને મકાન બનાવ્યા મોટા,
પણ ખાટલો નાખી સૂતાંએ દાદા છે શું ઘરમાં?
કહેવાતી એક જ મીઠાઈ હતી : 'પેંડા'
મીઠાઈઓ તો છે અનેક પણ
ઘટ્યા ખવડાવતા લાંબા થતાં એ હાથો
ઘર! જ્યાં ટીવી ના રિમોટ માટે લડતો ચાલતી,
આજે દરેકના ટીવી પોતાના હાથમાં છે-મોબાઈલ,
માણવાનું ઘણું છે પણ સાથે માણવાવાળા કેટલા?
એકલતા દૂર કરવાના સાધનો વધ્યાં,
પણ એકાકી બનાવતા સાથી ખોવાયા,
શું આ ઘર છે?
કાકા કાકી મામા મામી ફઇ ને ફૂઆ,
બધા સમાયા હવે એક માત્ર 'અંકલ-આંટી' માં
મકાન તો મળી જાય છે આજે
પણ ઘર ક્યાં શોધવું?
-'તરંગી' (જયકુમાર ઢોલા)