#kavyotsav2
વ્યસન ની વ્યથા...
વાત ગઈ કાલના સફર ની છે જયારે હું મારા ઘરે આવતા જોયેલી વાસ્તવિકતા.હુ રિક્ષા માં બેસી આવતી હતી ત્યારે એક બીજા પેસેન્જર આવ્યા જેમાં એક બેન એમના પતિ અને સાથે બે ૮-૯ વર્ષ ના છોકરાઓ અને એક તેમના ખોળામાં ૧ વર્ષ નું બાળક હતું. થોડીવાર પછી એ બહેન તમાકુ વાળો મસાલો પેલા એમના સાથે હતા એમાંથી એક ને બનાવા આપ્યો.
છોકરાએ મસાલો બનાવી આપ્યો, હું ચકિત થઈ ગઈ.
પછી એ બહેન તમાકુ વાળો મસાલો થોડો મો માં ભરી પેલા બે છોકરાઓ ને આપ્યો ખાવા. મેં પૂછ્યું કે આ મસાલો ખાય છે ? તો પેલા બેન કહે હા ! મને હતાશા મહેશુશ થવા લાગી. એ બહેન બોલ્યા કે પહેલા એક એક સોપારી ખાતા હતા એમ એમ ખાતા થઈ ગયા મને એમનો એ જવાબ બહુ વિચાર માં પાડી ગયો ક 'ખાતા થઈ ગયા' એમનો વાંક ન કીધો કે ખાતાં કર્યા .
બાળક ને જેવુ શીખવાડવામાં આવે એવું જ શીખે. એમને નથી ખબર કે વાંક એમનો છે. જ્યારે એમણે એ મસાલો ના ખાધો હોત તો એ છોકરા ના શીખતા . જ્યારે એમને એ એક એક સોપારી ન આપી હોત તો એ ન ખાત.
- તપોધન
આશા