પ્રેમ..... એવો કરજો............ જેમાં શબ્દોનો ....... સથવારો ન હોય માત્ર............ મૌનની સરવાણી હોય માગણીઓની વર્ષા ન હોય માત્ર............... લાગણીઓની મહેક હોય જેમાં ...........દલીલો ન હોય માત્ર .......... દિલની વાતોની ચહેક હોય ગેર સમજની ..........ખાઈ ન હોય માત્ર......... સમજણના શિખરો હોય જેમાં 'હું' કે 'તુ' ન હોય પણ ........... 'એક' થવાનો અર્થ હોય પ્રેમપત્રો ..............ન હોય પણ કહ્યા વિનાના શબ્દો ........ હોય.... જેમાં ....... શિકાયતના જંગલો ન હોય માત્ર......... વિશ્વાસની કેડી હોય, જેમાં 'મારુ' કે 'તારુ' ન હોય. માત્ર .......'આપણું' .... હોય જેમાં પ્રેમનો ધોધમાર વરસાદ ભલે ન હોય માત્ર...... સ્નેહનું સુંદર ઈન્દ્રધનુષ હોય જેમાં ....... ગમના .... વાદળો ન હોય માત્ર ને માત્ર 'ખુશી'' અમીછાંટણાં હોય.
--અમિત કુમાર